. *_યાત્રા_*
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
*યાત્રા પણ આશીર્વાદ થી થાય છે* !
*અને જીવન પણ એક યાત્રા જ છે* !
*આ યાત્રાને પૂરી કરીએ તો* ?
જીવનમાં આવ્યા,ભગવાન તારી કૃપા !
બધાને ખુશ કરીને આ યાત્રા કરીએ તો ?
માતાપિતાની મહેરબાનીએ દુનિયા જોઈ !
એમને પણ સાથે યાત્રાઓ કરાવીએ તો ?
કર્મ જેવું કોઈ ફળ ક્યાં, આ જગતમાં !
સતકર્મ સાથે,યાત્રાને પૂર્ણ કરીએ તો ?
વૃક્ષો પણ વાયુને સલામત રાખે છે જીવનમાં !
વૃક્ષો વાવી - વાવીને,આ યાત્રા કરીએ તો ?
સત્યની રીતે ભગવાન લીધે મળ્યો રૂડો દેહ !
ભગવાન પર ભરોસો કરી,યાત્રા પૂરી કરીએ તો ?
*યાત્રા પણ આશીર્વાદ થી થાય છે*,
*અને જીવન પણ એક યાત્રા જ છે*.
*આ યાત્રાને પૂરી કરીએ તો* ?
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ધવલ રાવલ
TRUST ON GOD