અચાનક તારી સામે આવી જવાથી , હવે મને ફરક નથી પડતો
ઘણો સમય તારા દુર રહેવાથી, હવે મને ફરક નથી પડતો
હા ....એક સમયે આદત હતી મને તારી સાથે વાત કરવાની,
પણ કલાકો સુધી તારો જવાબ ન આવવાથી, હવે મને ફરક નથી પડતો
એમ તો નહિ કહું કે તારી યાદ નથી આવતી,
પણ... તારી યાદોના આમ વારંવાર આવવાથી, હવે મને ફરક નથી પડતો
ખબર છે મને નથી વિચારતો તું હવે મારા વિશે કશું જ,
પણ... તારા વિચારવા ન વિચારવાથી, હવે મને ફરક નથી પડતો
સાચું કહું તો હજુ પણ ફરક પડે છે આ બધી વાત નો મને બહુ ,
પણ....શું કરું ???
મને ફરક પડવા ન પડવાથી , હવે તને ફરક નથી પડતો .