અચાનક તારી સામે આવી જવાથી,
હવે મને ફર્ક નથી પડતો,
ઘણો સમય તારા દૂર રહેવાથી,
હવે મને ફર્ક નથી પડતો,
હા એક સમયે આદત હતી
મને તારી સાથે વાત કરવાની,
પણ કલાકો સુધી તારો જવાબ ન આવવાથી,
હવે મને ફર્ક નથી પડતો,
એમ તો નહીં કહું હું કે
તારી યાદ નથી આવતી,
પણ તારી યાદો ના આમ વારંવાર આવવાથી,
હવે મને ફર્ક નથી પડતો,
ખબર છે મને નથી વિચારતો
તું હવે મારા વિશે કશું જ,
પણ તારા વિચારવા ન વિચારવાથી,
હવે મને ફર્ક નથી પડતો,
સાચું કહું તો હજી પણ ફર્ક પડે છે
આ બધી વાત નો મને બહુ,
પણ શું કરું ?મને ફર્ક પડવા ન પડવાથી, હવે તને ફર્ક નથી પડતો...mukesh✔✔