મીની અમરનાથ ધામ
સામાન્ય પરિચય
અમરનાથ ધામ ગુજરાત રાજ્ય ના ગાંધીનગર જિલ્લામાં અમરપુરગામ પાસે આવેલું છે.આ અમરનાથ ધામ માં ભગવાન શિવ નું મંદિર આવેલું છે. આ મંદિર 20 વર્ષથી વધુ સમય પહેલા બાંધવામાં આવ્યું છે. ભારતના ઉત્તરીય ભાગ જમ્મુ અને કાશ્મીર રાજ્ય માં આવેલ"અમરનાથ મંદિર" ની પ્રતીકૃતિ શમાન છે.જે બરફ ના શિવલિંગ સિવાય તેના 12 જ્યોતિર્લિંગ ની પ્રતિકૃતિઓ પણ છે. આ મંદિર એક ટેકરી પર આવેલું છે .અને 100 પગથિયાં ચડીને મંદિરે પોહચાય છે.બરફ નું આ શિવલિંગ આશીર્વાદ રૂપ મનાય છે .જને તકનીકીના સાધનનો ઉપયોગ કરીને ગરમ ઉનાળામાં પણ જાળવવામાં આવે છે.ઘણા લોકો આ સ્થળની મુલાકાત લે છે અને આશીર્વાદ પામે છે. આ એક દિવસની મુલાકાત માટે સરસ સ્થળ છે.
અમરનાથ નું ધાર્મિક મહત્વ પણ રહેલું છે.અહીં લોકો દર સોમવારે મોટા પ્રમાણ માં આવે છે. જયારે દર શનિ-રવિવાર ના દિવસે અહીં લોકો ફરવા માટેપોતાના પરિવાર શાથે આવે છે.અહીં લોકોને આનંદ કરવા માટે આનંદ નગરી અને સ્વપ્ન- શ્રુષ્ટિ વોટર પાર્ક પણ આવેલો છે.જે સાબરમતી નદીના કોતરો માં બનાવવામાં આવ્યો છે.જે થી અહીં શહેર નો ગોગાટ જોવા મળતો નથી.અને અહીં ની સ્વચ્છ આબોહવા અને વાતાવરણ લોકોને અહીં સુધી આકર્ષે છે.
આ મંદિર ગુજરાત રાજ્ય ના ગાંધીનગર શહેર થી 24 કિ.મિ.દૂર છે.જયારે અમદાવાદ થી 49 કિ.મિ. ના અંતરે આવેલુ છે.જયારે માણસા થી 12 કિ.મિ.ના અંતરે આવેલું છે.
અહીં પોહચવા ગાંધીનગર અને માણસા થી ગુજરાત રાજ્યની સરકારી બસ ની સેવા ઉપલબ્ધ છે. જયારે પ્રાઇવેટ વાહનો દ્વારા પણ જઇ શકાય છે.
આમ, આ અમરનાથ ધામ ધાર્મિક મહત્વ ની સાથે સાથે હરવા ફરવા માટે ઉત્તમ સ્થળ છે.
ધાર્મિક મહત્વ
અમરનાથ ધામ એ ધાર્મિક દ્રષ્ટિ એ ખૂબ મહત્વ ધરાવે છે. આ મંદિર ને મીની અમરનાથ ધામ તરીકે ઓળખવામાં આવે છે. આ શિવ મંદિરમાં મુખ્ય શિવલિંગ ઉપરાંત અહીં બાર જ્યોતિર્લિંગ પણ છે. આ મંદિર એક વિશાળ ગુફા આકારનું બનાવવામાં આવ્યું છે. જેમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે.
આ અમરનાથ ધામ માં દર સોમવારે મોટી સંખ્યામાં શિવ ભક્તો દર્શનાર્થે આવે છે. આ શિવ મંદિરમાં ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે. એવું લોકોનું માનવું છે. આ મંદિર સાબરમતી નદીના પ્રાકૃતિક સૌંદર્યમાં આવેલું હોવાથી લોકોને વધુ આકર્ષે છે.
ભગવાન શિવની જીવંત એનિમેટ્રોનિક્સ મૂવી પણ શિવ ભક્તો અહીં નિહાળી શકે છે. શ્રી કૃષ્ણના જીવંત ગીતાસર, દેવી અંબિકા દ્વારા મહાયાસુર વાધ જવી ધાર્મિક કડી ઓ ને અહીં જીવંત કરવામાં આવી છે.અહીં તમે ભારતીય સંસ્કૃતિ ને જાદુઈ અરીસાઓ થી જોઈ શકો છો.જે સમકાલીન રોક તકનીક સાથે બનાવેલી દુનિયામાં તે ફક્ત તેના પ્રકારની જ છે.
અમરનાથ ધામમાં શિવરાત્રીના દિવસે મેળો ભરાય છે. આ દિવસે શિવ ભક્ત ખૂબ મોટી સંખ્યામાં ઉમટે છે. અને ભગવાન શિવના દર્શન કરે છે. ભગવાન શિવના શિવલિંગ ઉપર લોકો દૂધનો અભિષેક કરે છે. જ્યારે ભગવાન શિવને બીલીપત્ર અર્પણ કરી પોતાની મનોકામના માને છે.
શિવરાત્રીના દિવસે લોકો લલાટ પર ચંદનનો લેપ કરે છે.અને ગળામાં રુદ્રાક્ષ ધારણ કરે છે. જ્યારે પ્રસાદીરૂપે ભાંગનો પ્રસાદ છે. શિવરાત્રીના આ મેળામાં એક અનુમાન મુજબ ૫૦,૦૦૦ થી ૯૦ હજાર લોકો નું માનવ મહેરામણ ઉમટે છે. અને ભગવાન શિવના દર્શન નો લાભ લે છે. આમ અહી શિવરાત્રી નો અનેરો મહિમા છે.