Gujarati Quote in Story by Rupal Mehta

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#moral Story
આજ નો દિવસ ખુશી અને આનંદ નો હતો.ઘર માં કોઈ ના આગમન ની રાહ જોવાઈ રહી હતી.
મેજર દિલીપસિંઘ ના આગમન ની ઘડિયા ગણાય રહી હતી.
દાદી માં પાપા દીદી પત્ની અને બાળકો આતુરતા પૂર્વક રાહ જોઈ રહયા હતા.માં ની આંખો માં આંસુ હતા.
સૌ પરિવાર એકઠાં બેસીને વાતો કરી રહ્યા હતા.એવાં માં ફોન ની રીંગ વાગે છે ને સરબતસિંઘ ફોન ઉઠાવે છે ...
બધાં ના કાન સરવા થાય છે. કે કોનો ફોન હશે? શું કીધું હશે ફોન માં????
ફોન દિલીપસિંઘ ના મિત્ર નો હોય છે ..કહે છે બોર્ડર પર કોઈ આતંકવાદી હુમલો થયો છે ને બધાં ને જયાં હોય ત્યાથી પાછા ફરવા નું ફરમાન થયું છે.
ઘર નો માહોલ અચાનક જ કોઈ અમંગળ વાત ના એંધાણ આવ્યા હોય એવો થઈ ગયો.સૌ ચૂપ.
દિલીપસિંઘ પણ ફોન કરી શકયા હોત પણ ઘરનાં ની લાગણી સમજતાં હતાં એટલે સાથી જોડે જ સમાચાર મોકલાવ્યા.
મેજર દિલીપ સિંઘ ની પોસ્ટીંગ કાશ્મીરની બોર્ડર પર હતી.જેમ બને એમ જલદીથી પહોચવા નું નકકી કર્યુ.
કાશ્મીર ના લોકો સારા પણ જેહાદ ને ઘરમ ના નામ થી એ આતંકવાદી ઓ બની ને નિર્દોષ લોકો ને હણી રહ્યા હતાં.
સૌ પોતાની ડયુટી પર આવી ગયા હતા .રણનિતી બનાવી ને યુદ્ધ શરું થયું હતું.કડકડતી ઠંડી માં જયાં હુમલો થયો ત્યા મેજર દિલીપ સિંઘ એમની ટીમ સાથે આગળ વધી રહયા હતાં.દુશ્મન નો ખાત્મો બોલાવી રહ્યા હતા.દુશ્મન પણ વળતો પ્રહાર કરી રહ્યા હતાં.
અચાનક જ એક ગોઝારી ઘટના બની ગઈ.મેજર પોતાના સાથી સાથે આગળ વધતાં હતાં ત્યા જ એક સનનન કરતી ગોળી મેજર ના પગ માં વાગી અને ઘાયલ મેજરે એટલી તાકાત થી લડયા ને સામેના લોકો નો એક પણ ને જીવતો ના જવા દીધો.
પણ આમાં મેજર પણ ખૂબ ઘાયલ થયાં પણ...જરાય ડર્યા વગર સાથી ને છેલ્લા શ્વાસ નો સંદેશો આપે છે કે મારાં બન્ને દિકરા ઓને માતૃભુમિ ની રક્ષા કાજે લશ્કર માં જ મોકલે.અંતિમ ઈચ્છા.
સેલ્યુટ આવા વીર માડી જાયા ને.

Gujarati Story by Rupal Mehta : 111134325
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now