Gujarati Quote in Story by SUNIL ANJARIA

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દૂર દીસે પણ કેટલાં પાસે #MoralStories
આ વસાહત ભદ્ર લોકોની હતી. સહુ પોતાના ઘરમાં જ રહે. હા, વોટ્સએપ ગ્રુપ અને વાર તહેવાર સમૂહમાં ઉજવે. નિમિશને અહીં બહુ એકલું લાગતું. છ મહિના થયા તેને બંગલાઓમાં રહેતા ક્યાં લોકોનું શું નામ છે તે ખબર નહોતી પડી. વોટ્સએપમાં તેમની પોસ્ટ જોતી ને ફોરવર્ડ કરતી.તેમાંથી પાંચ સાત ફેસબુક ફ્રેન્ડ પણ બનેલા.
આ તે કેવું? આટલી હદે પોતાનામાં જ મસ્ત રહેતા પાડોશીઓ શું કામના?
નિમિષાએ તેના દિયર, માસિયાઈ ભાઈ, નણંદ સાથે વધુ ઘરોબો કેળવ્યો. કોઈક વાર સાથે જમવાનું, પીકનીક, ધર્મસત્સંગ તો થાય? બંગલાના બંધ બારણે તે અકળાઈ ઉઠતી.
ઓચિંતી નિમિષા માંદી પડી. હોસ્પિટલમાં દાખલ કરવી પડી. ડોક્ટરને પહેલાં ડેન્ગ્યુ લાગ્યો પછી સજી ન થઈ તો નવા ટેસ્ટ બાદ સ્વાઈન ફલ્યુ. પતિ રોજ ધંધો બંધ રાખી હોસ્પિટલમાં બેસે. રાત્રે તે જ વાતાવરણમાં હોસ્પિટલમાં જ સુએ. નણંદે પોતાનાં સાસુ બીમાર હોવાનું કહ્યું, માસિયાઇ ભાઈ જે પતિએ જ ધંધામાં ઉભો કરેલો તેણે પોતાને ડાયાબિટીસની તકલીફ છે અને તેથી રાત્રે કે આખો દિવસ હોસ્પિટલમાં બેસી નહીં શકે તેમ કહ્યું. દિયર આવવાનું કહી બે કલાકમાં કામ છે કહી ઘેર ચાલ્યો ગયો.
પતિ સતત ઉજાગરા અને ચિંતાથી થાક્યો.
તેણે નિમિષા હોસ્પિટલમાં છે તે સંદેશ વોટ્સએપમાં મુક્યો.
હવે નિમિષાને ઘેનની દવાઓ અપાઈ. તે આઇસીયુમાં રહી. બહાર આવતાં થોડી ઠીક થઈ ત્યાં વોટ્સએપના સંદેશાઓ દ્વારા જાણ્યું કે તેને લોહી 17 નં વાળા ભાઈએ આપેલું. પતિને રાત્રે રીલિવ કરવા બાજુના બંગલા વાળાં બા બેસતાં અને એક સવારે ઓચિંતા પૈસા ભરવાના થયા તે 20 નં વાળા કાકાએ એ વખતે ભરી દીધેલાં જેનો.પતિએ આભાર માનેલો.
નિમિષા કેસેટ સાંભળી રહી હતી "પાસપાસે તોયે કેટલા દૂર.." તેને સૂઝ્યું "દૂર દીસે પણ કેટલાં પાસે' આ બંધ બંગલાઓના પાડોશીઓ!
સાચે જ પહેલા સાગા પાડોશી. એ જ ભારતીય સંસ્કૃતિ કે મુશ્કેલી વખતે પોતાના જાણી દોડીએ. બાકી ભલે પોતાનામાં મશગુલ.

Gujarati Story by SUNIL ANJARIA : 111134152
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now