❛ગોકુળિયું ગામ આજ વાતો કરે છે
કે આ કાનો રાધા નો જ કેમ છે ?
કાના નીચાલે જો રાધા ચાલે છે
ને એનું દલડું ન જરી હેમખેમ છે.
હવે મીરાંય પાછી એમાં ભેગી ભળી છે
ને પૂછે રાધા કાનો તારો એકલીનો કેમ છે ?
વાતો સાંભળીને કાનો આવ્યો છે તાનમાં
કારણ રાધા એનાં જન્મો નો પ્રેમ છે.
મીરાં તું યે નથી જરી રાધા થી કમ મારે
ને એટલે જ તુજ પર મારી થતી ર્યે રે'મ છે.
ગોકુળિયું ગામ આજ વાતો કરે છે
કે આકાનો રાધાનો જ કેમ છે ?❜