દ્રશ્ય દુનિયા સઘળી નજરાય છે આંખ થકી.
વળી વણબોલ્યા સંવાદો થાય છે આંખ થકી.
છે ચહેરાની શોભા રત્નસમ સ્થાન છે જેનુંને,
ખુશી સૌની વગર ઓષ્ઠે વંચાય છે આંખ થકી.
લઈ જાય છે સ્થાન કદી એ જીહ્વાતણું વખતે,
ને પ્રભુનું અંતરથી ધ્યાન ધરાય છે આંખ થકી.
ગમના પ્રસંગે વરસવાનું સહજ સ્વભાવ એનો,
અશ્રુપાતે હૈયું કેવું હળવું થૈ જાય છે આંખ થકી.
નયનકટાક્ષ કે ભાષા સંકેતની એ રજૂ કરી જાણે,
ઓળખ વ્યક્તિની કદી સમજાય છે આંખ થકી.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '