દિકરી
દૂનિયા ભલે તમે બોલો ત્યારે સમજી શકે,
પણ સાહેબ તમારા મૌન ને વાંચી લે એ દિકરી..
કટકા માટે કોર્ટે ચડે કૂટૂંબ આખૂં કઈક ને જોયા,
હશે પણ સાહેબ કરોડો ની મિલકત ને કંકૂ થાપા,
એ પિયર મૂકી ને જાય એ દિકરી..
ભલે સૂખ માં છેટી રહેતી હોય સાસરિયે,
પણ સાહેબ પિતા ના દૂ:ખે પહેલી દોડી ને આવે એ દિકરી..
એકવાર ઝેર પી ને ભલે શંકર નિલકંઠ થયા હોય,
પણ સાહેબ રોજ કડવા ઘૂંટ પી ને મૂખ હસતું રાખી ને રહે સાસરિયે એ દિકરી..