Gujarati Quote in Story by Leena Vachhrajani

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"સત્ય"

કોલેજની કેન્ટીનમાં સત્ય ઉપર મજાકનો વરસાદ વરસ્યો..

" યાર, તું તો ભારે દેશી.
કાલથી ચપટ્ટ માથું ઓળી, ઝભ્ભો- લેંઘો , પગમાં સ્લીપર પહેરી આવતો જા એટલે તારે તું શું છો એ કોઇને સમજાવવું જ ન પડે .."

છેલ્લા કેટલાક દિવસથી કોલેજમાં વાતાવરણ ડહોળાયેલું હતું. પરિક્ષાના સિલેબસના વિરોધમાં રોજ જ હડતાલ પડી જતી. મેનેજમેન્ટ સામે વિરોધમાં કોલેજકેમ્પસમાં તોડફોડ થતી રહેતી.

પણ એક સત્ય આખી તોફાની ટીમનો એકલે હાથે સામનો કરતો રહેતો. સમજાવટથી અને અહિંસક રીતે ઉકેલ લાવવાનો આગ્રહ કર્યા કરતો.

આજે પણ કેન્ટીનમાં વિરોધપ્રદર્શનનું પ્લાનિંગ ચાલતું હતું ત્યાં અનાયસે પહોંચેલા સત્યએ ફરી વિરોધ કર્યો અને તોફાની લીડરો એની મજાક બનાવી ફરી વળ્યા.

સત્ય શાંત અદબ વાળીને ઊભો હતો.

કંટાળીને કોઇ બોલ્યું...

" તું તો ભારે સહનશક્તિવાળો હોં !"

અને સત્યએ કહ્યું,
"મારા પપ્પા ચુસ્ત ગાંધીવાદી. આવા જ એક વંટોળમાં એમણે ખુબ હિમ્મત અને ધીરજથી બે કોમ વચ્ચે કોમી એકતા ફરી સ્થાપવા જીવ રેડી દીધો પણ કેટલાક વિઘ્નસંતોષી પરિબળોએ કોમી રમખાણના નામે એમની નિર્મમ હત્યા કરી.. "

છેલ્લા શ્વાસ લેતા પપ્પાએ કહ્યું હતું કે,

"ન ગમતા નિર્ણયોનો વિરોધ બહારવટા દ્વારા કરવો જોઇએ. એ માટે ડાકુગીરી યોગ્ય માર્ગ નથી. બહારવટીયા અને ડાકુ વચ્ચેનો ફરક જે દિવસે સમાજ સમજી જશે એ દિવસથી પ્રશ્નોના ઉકેલ સરળતાથી આવતા થઇ જશે. જ્યાં તું હાજર હો ત્યાં આવા સવાલ સામે તું મારી વાત જરુર પહોંચાડજે . બે ટકા પણ સહમત થયા તો મને સાચી મુક્તિ મળી જશે. એટલે તમને સાચા બહારવટાની રીત શીખવવા આવ્યો છું."

કેન્ટીનમાં સોપો....
બીજા દિવસથી બંધ બારણે મસલત શરુ થઇ તે ય ભણતરને ડિસ્ટર્બ કર્યા વગર...

- લીના વછરાજાની.
શબ્દો :૨૪૪
#MoralStories

Gujarati Story by Leena Vachhrajani : 111132001
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now