દુનિયાને આજે એકબીજાથી મોટું થાવું છે
નહિતર કહો કે બીજાને નીચા પાડી પોતે ઊંચું થાવું છે.
સ્પર્ધા કેરા યુગમાં આપવિકાસ ને બદલે
કોઈના ખેચી પગ આગળ થાવું છે.
આ બીજું કઈ નથી લઈ માનવ જાતમાં જન્મ
તલપ ઈશ્વર બનવાની લાગી છે પણ જાણી લે તું
સંભવામિ યુગે યુગે કહીને ઈશ્વરને પણ માણસ થાવું છે.
- નિશાન