રોજ ઊગે નવું નવું અંતર મહીં
થઈ જાય તે વ્યક્ત શબ્દો થકી
શબ્દો બને સહારો દિલાસો આપે
તો ક્યારેક તેજ ધાર બની પીડા દે
તો ક્યારેક આનંદ થી ભરી દે છલોછલ
આ શબ્દો દ્વારા વહી જાય મારી લાગણી
મારી પીડા,મારી ખુશી ને મારો સ્નેહ ને
થઈ જાઉં હું સાવ ખાલી ખાલી
રોજ ઊગે નવું નવું અંતર મહીં
થઈ જાય તે વ્યક્ત શબ્દો થકી..