નખ વાગેલાં ડાઘ બતાવું ક્યાંથી ?
સમજો તેવાં શબ્દો લાવું ક્યાંથી ?
ફૂલો બેઠાં છે ઉદાસી લઇને,
ગીત હવે તો ગમતું ગાવું ક્યાંથી ?
ભોંય પડ્યાં છે સાવ વિચારો તેનાં,
તો સતરંગી સ્વપ્ન સજાવું ક્યાંથી ?
જે ઘરમાં રહેતો માતમ હંમેશા,
ત્યાં અવસર રૂડો હું લાવું ક્યાંથી ?
જગ જોશે બસ રૂપાળો ગુલદસ્તો,
ફૂલોનું દુ:ખ હું સમજાવું ક્યાંથી ?
?(-)!