Gujarati Quote in Blog by Anil Bhut

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#MoralStories

શીર્ષક - માનવતા પરમોધર્મ

અમદાવાદનો ઉનાળો કાળો કહેર વરસાવતો હતો.બધા નાકાઓ અને ચાર રસ્તાઓ પર તરબૂચ અને શેરડીના રસની લારીઓ ગોઠવાઈ ગઈ હતી.ધ્રુવ બપોરે જમીને ઓફીસ તરફ જતો હતો.રખિયાલ ચાર રસ્તા પર પહોંચતા સુધીમાં ગરમીથી તેનો પૂરો શર્ટ પલળી ગયો એટલે શેરડીની લારીએ જઈ બે ગ્લાસ ગટગટાવી ગયો.
તેની બાજુમાં દસ વર્ષની બે છોકરીઓ ઉભી હતી.ધ્રુવને રસ પીતાં જોઈ તેના મોં પણ પાણી આવી ગયું હતું.તેમાંથી એક છોકરીએ ધ્રુવ પાસે રૂપિયા માંગ્યા.ધ્રુવે તેને અવગણી,લારીવાળાને પૈસા આપી ચાલવા લાગ્યો.
થોડે આગળ ચાલતાં ધ્રુવની નજર સાત વર્ષના બે છોકરા પર પડી.તેમાંથી એક છોકરાનાં પગમાં ચપ્પલ નોહતા.એ છોકરો પહેરવેશ પર ગરીબ જેવો લાગતો હતો.બીજા છોકરાના પગમાં મોંઘા સ્લીપર હતા.એ પહેરવેશ પરથી આમિર લાગતો હતો.
થોડીવાર પછી અમિર છોકરાએ પોતાનાં સ્લીપર કાઢી પેલાં છોકરાને આપ્યા અને પોતે ઉઘાડા પગે ચાલવા લાગ્યો.આટલી નાની ઉંમરના છોકરાની સમજદારી જોઈને ધ્રુવને પોતાનાં પર ગુસ્સો આવવા લાગ્યો.ધ્રુવ એ છોકરાઓ પાસે ગયો.તેણે પોકેટમાંથી સ્લીપરના રૂપિયા આપ્યા.
ધ્રુવને પેલી છોકરીઓનો ચહેરો યાદ આવ્યો.એ ફરી પેલી લારી પાસે ગયો.બંને બહેનો ત્યાં જ ઉભી હતી.ધ્રુવે એ બંને માટે શેરડીના ગ્લાસ લીધા અને બંનેની માફી માંગી.
ધ્રુવ ત્યાંથી ભરેલા હૈયે આંખોમાં નમી સાથે ઑફિસ તરફ ચાલવા લાગ્યો.

બોધ :- મનવતાથી મોટો કોઈ ધર્મ નથી હોતો.એક માણસે બીજા માણસને મદદ કરવી જોઈએ.

Gujarati Blog by Anil Bhut : 111128383
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now