English Quote in Shayri by બાબા સત્સંગી

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અાખુ વાંચજો પછી નક્કી કરજો કે સ્ત્રી(પત્ની)એટલે શું?

*"કિંમત" થી "કદર" સુધી.*....

અને આ કદર નહીં કરો તો ઈશ્વર પણ તમારી કદર નહીં કરે

*૧. ચા-કોફી*
૨. કોરો નાસ્તો
*૩. રોટલી-શાક*
૪. દાળ-ભાત
*૫. ખીચડી-કઢી*
૬. થેપલાં-ઢેબરા-માખણ-મરચા
*૭. હાંડવો-વડા*
૮. ઢોંસા
*૯. ઊત્તપા*
૧૦. ઈડલી
*૧૧. ભાજી-પાવ*
૧૨. ચણા-પુરી
*૧૩. કટલેટ*
૧૪. બટાકાવડા
*૧૫. આલુપરોઠા*
૧૬. મેંદુ-વડા
*૧૭. રસ-વડા*
૧૮. દહીં-વડા
*૧૯. ભજીયા-ગોટા*
૨૦. દાલ-બાટી
*૨૧,જ્યૂશ*
૨૨. ઢોકળા
*૨૩. ખમણ-ખમણી-ખાંડવી*
૨૪. સમોસા-કચોરી
*૨૫. ગાંઠીયા-ફાફડા-જલેબી*
૨૬. સ્વીટ્સ-લસ્સી-મિલ્કશેઇક-કૅક
*૨૭. સૂપ-સલાડ*
૨૮. પીઝા-સેન્ડવિચ-વડાપાવ-દાબેલી-પાણીપુરી-ભેળ-પેટીસ-સેવસળ
*૨૯. ચાઈનીઝ*
૩૦. પંજાબી
અને છાશ- મુખવાસ.

*કેટલું બધું મજાનું લાંબું ખાવાપીવાનું લિસ્ટ છે..! નહિં?*

કોણ બનાવે છે આ બધું?

*"પત્ની."*

રાઈટ?.

અચ્છા, હવે એક કામ કરો.
*આ બધી વાનગીઓ ની એક એક પ્લેટની કિંમતનો સરવાળો કરો...*

આ સરવાળાને ચાર વડે ગુણો,

*(ઘરનાં એવરેજ સભ્યોની સંખ્યા.).*

હજુય એ કિંમતને બે વડે ગુણો,

*(બે ટાઈમનું જમવાનું.)*.

*પાછા જેવું-તેવું તો આપણે જમતાં નથી.. એટલે કોઇ સારી મિડલક્લાસ રેસ્ટોરેન્ટની વાનગીની એક ડિશની કિંમત ધ્યાનમાં લેવી*

હવે જે રકમ આવે એની સરખામણી કરો...

*કે શું દર મહિને એટલા રૂપિયાનું *"પત્ની"* નું લાઈફ ઈન્શ્યોરન્સ કે મેડિક્લેઈમ નું પ્રીમિયમ ભર્યું? -

*"ના"*

*કેમ? એ કમાતી નથી એટલે અગત્યની નથી?*

ચલો મૂકો એ બધું....
એટલી રકમનું

*"પત્ની."નાં નામનું ખાલી SIP (Systematic invest plan)એકાઉન્ટ ખોલાવ્યું હોય ને...!*

તોય બૉસ્સ... ખાલી પાંચ વર્ષ

*પછી એ રાંધવા વાળી તમને*

વિદેશ ફરવા લઈ જાય*

(વિશ્વાસ ન આવતો હોય.. તો એને જ પૂછી જુઓ.

*એમની ગણતરી તમારા કરતાં વધારે પાકી હોય*.

એમાંય એ તો બિચારી 'પાંચ'ની બદલે 'ચાર' વર્ષ બોલશે.)

*આવી ગણતરી કરીને 'ઘરની સ્ત્રી'*

ની 'કિંમત' ન કરવી જોઇએ..પણ હા*'

*'કદર' જરૂર કરજો નહિ તો ઉપરવાળો તમને છોડશે નહીં*

અને જો ના કરી શકો ને..
તો એક વાત સમજો..

*તમે એમને અફોર્ડ કરી શકવાને લાયક નથી..*.
અને જો અફોર્ડ ન કરી શકો....
તો એનોય એને વાંધો નથી..

*બસ, કમસેકમ એનું અપમાન ન કરો. એમાં એનું અને આપનું જીવન સફળ થશે*

બસ આટલું સમજી જાઓ *પુરૂષો..*

પછી જુઓ..
'કદર'નાં કોળિયા કેટલાં *મીઠા* લાગે છે! -

*'કિંમત' થી 'કદર' સુધી.*

*"સ્ત્રીના શરીરમાંથી નીકળીને, સ્ત્રીના હાથોમાં ઉછરી, સ્ત્રીની જુવાની ખાઈને, જ્યારે તાકતવર બની જાવ છો*
ત્યારે સ્ત્રી જ તમને અક્કલ વિનાની, કમજોર અને અનપઢ નજર આવે છે !!"

*દરેક પુરુષ ને ખાસ સમજવા જેવું...*
અને જીવનમાં ઉતારીને અમલ કરવા જેવું છે

*??સમસ્ત નારી ઓને વંદન ને નમસ્કાર?*

English Shayri by બાબા સત્સંગી : 111128342
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now