હું હવે ધીરેધીરે ખુદમાં સમેટાતી ગઈ,
બધા સામે નોર્મલ રહેતા હું અંદરથી તૂટી ગઈ...
લોકો ને જિંદગી કોને કહેવાય એ સમજાવામાં હું અંદરથી રોજ એકવાર મરતી રહી,
સપના તો સપના જ હોઇ છે, એ કદી સાચા નથી થતા એ જાણતી હોવા છતાં... રોજ ગમતું સપનું હું જોતી ગઈ....
હું બહું વાતોડી હોઉં, વધું બોલતા-બોલતા વધારે ને વધારે સુનમુન થતી ગઈ...
બીજાની પ્રેરણા બનતી બનતી હું ખુદ મારી પોતાની પ્રેરણા ખોતી ગઈ..
રોજ ખોટું ખોટું હસતા રહેતા,હું અંદર થી હૈયાફાટ રડતી ગઈ..
રોજ થોડી લાગણીમાં પીગળતા,હું પથ્થર બનતી ગઈ.
હું ફક્ત એની જ થવામાં,ખુદ થી દુર થતી ગઈ....
"હું એક સ્ત્રી"
'કરી શકે કોઈ આવો શ્રેષ્ઠ અભિનય! અંતરમનમાં સંઘર્ષ છે,છતાં ચહેરા પર હાસ્ય છે'.......સોનલ.