આ તો દરિયાને ભરતી ને ઓટ છે ,
બાકી મોજાને ક્યાં કશી ખોટ છે .
ઘેટાનાં ટોળાં પણ સમજી ગયા કે ,
સમજ્યા વિનાની આંધળી દોટ છે .
ચપટી પ્રસાદ ધરાવીને માંગીલે બધું ,
માને છે એ કે ઇશ્વર પણ ભોટ છે .
ફાંફાં મારે ભલેને નીકળવા બહાર ,
જાતે જ ચણેલ માન્યતાનો કોટ છે .
લાગણીએ કર્યા'તા ઉઝરડા 'જશ' ,
કોને કહું વણ રૂઝાયેલી આ ચોટ છે .
જશુ પટેલ