હસ્તરેખાઓમાં હવે નિશાની ક્યાંય તારી હોતી નથી.
ચાહતો હોઉં દિલથી,મહેરબાની ક્યાંય તારી હોતી નથી.
બદલાતી હોય છે,ચહેરાઓની ઓળખ ક્યાંક ક્યાંક,
દપૅણમા જેમ ઓળખ પડછાયાની ક્યાંય તારી હોતી નથી.
કરઞરૂ છું સપનાઓને સમેટી લે, રાતનું આકાશ તારામાં,
નીકળતી વેદનાને જઞા ઠાલવવાની ક્યાંય તારી હોતી નથી.
શરૂઆત પ્રેમની એમ કઈ માત્ર આંખોથી થતી નથી,
પાંપણના ખુણેથી પ્રથા સરકવાની ક્યાંય તારી હોતી નથી.
રણમાં શોધવાં જેવી અવસ્થા મૃઞજળને,વસમી છે.
મળે ઝાંઝવા એટલી તરસ છીપાવવાની ક્યાંય તારી હોતી નથી.
???????
??? ભૂષિત શુક્લ....