મુલાકાત સદગુરુની થાય,જીવવાની ચાવી હાથ લાગી જાય.
સત્ય સનાતનને પરખાય, જીવવાની ચાવી હાથ લાગી જાય.
કરુણા પ્રભુની કહો કે મનુષ્ય અવતાર દીધો ગુનાઓ ભૂલીને,
શાશ્વત સહજ સમજાય, જીવવાની ચાવી હાથ લાગી જાય.
ટળી જાય મતિભ્રમ આપણોને નશ્વરતા માયાની પામી જવાય,
ગુરુના પગલાં અનુસરાય, જીવવાની ચાવી હાથ લાગી જાય.
આવે મધુરતા વાણીમાંને રાગદ્વેષ ના લેશમાત્ર પછી દેખાય,
શ્વાસે હરિનું સ્મરણ થાય,જીવવાની ચાવી હાથ લાગી જાય.
ના રહે કટુતા કોઈ પ્રત્યેને સમદ્રષ્ટિથી સર્વનાં દર્શન થાયને,
હેત હરિવર તણું ઊભરાય, જીવવાની ચાવી હાથ લાગી જાય.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '
-- રામાશ્રય જ્યુબીલી
માતૃભારતી થકી પ્રસારિત થઇ https://www.matrubharti.com/bites/111121264