Gujarati Quote in Blog by Niyati Kapadia Nirjhar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રેક્તિકલ હોવું એટલે શું? કોઈ મને જવાબ આપી શકશે...

મારા ઘરમાં કોઈ પક્ષી આવી માળો બાંધે તો હું એને આવકારું છું, એના માટે દાણા પાણીની વ્યવસ્થા કરી આપું ત્યારે કોઈ કહી જાય,
“થોડી પ્રેકતિકલ બન. એ પક્ષીઓ તો ગમે ત્યાં જઈને ચણી જ લેવાના... અહીંયા એ રોજ ચરકીને ગંદકી કરશે, આખો દિવસ અવાજ કરીને માથું પકવશે.."

કોઈ નાનું જીવડું ઘરમાં આવી ગયું હોય તો હું એને બહાર જવાનો રસ્તો કરી આપું.. એની મરજી જેટલું ઉડીને એ ચાલ્યું જ જાય છે... ત્યારે પણ કોઈ કહી જાય,

“થોડી પ્રેક્તીકલ બન. ઘરમાં જીવડું આવે એને ચપ્પલ નીચે કચડી જ નાખવું જોઈએ... આપણને કરડી જાય તો?"

કોઈએ અમારા ઘરની આસપાસ રહેતા કૂતરાની એક આંખ ફોડી નાખી છે અને એનું જાણે મારી પાસે જ લેણું હોય એમ રોજ આવીને મારા ઘરનાં પગથિયે બેસી રહે છે. હું એને રોટલી, દૂધ કેટલીક વખત આપું ત્યારે પણ કોકનું કોક કહી જાય,

“નિયતી થોડી પ્રેક્તિકલ બન.. એની આંખમાંથી લોહી નીકળી રહ્યું છે... એ મરી જવાનું હવે, એને મારીને ભગાડી દે અહીંયાથી..."

આ પ્રેક્તિકલ બનવું એટલે લાગણી વિહોણા બની જવું? સંવેદના વગરના સાવ જડ જેવા બની જવું...? મને નથી લાગતું કે આ જનમે હું પ્રેક્તિકલ થઈ શકીશ જેને જે કહેવું હોય એ કહે હું મારા ઘરે છોડવા પણ ઉછેરીશ અને એ છોડવા પર ઘર બનાવતા જીવડાઓ, પક્ષીઓને પણ પ્રેમથી આવકરીશ...!

આપ સૌને નિયતીના જય શ્રીકૃષ્ણ ?

Gujarati Blog by Niyati Kapadia Nirjhar : 111119466
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now