મનોકાશમાં પ્રેમરંગો ઢોળાયા ત્યારથી તને ચાહું છુ
પ્રીતના પારેવાને પાંખ આવી ત્યારથી તને ચાહું છુ
તારી એક નજર મનની તરસ છીપાવવા કાફી હતી
પ્રેમના મોસમની એ તપતી બપોરથી તને ચાહું છુ
આંખોથી આંખ મળતા કાયમ જે શરમાઈ જતી
એ ઝુકી જતી પલકોની પેલી પારથી તને ચાહું છુ
સ્પર્શ તારો પામતાની સાથે ધબકારો જે ચુકી જતું
તડપતા હૃદયના એ હરેક ધબકારથી તને ચાહું છુ.
એ અગત્યનું હવે નથી કે ક્યારથી અને કેટલું પણ
આજે'ય પહેલી નજર જેટલું જ તને ચાહું છુ ..........