ગાલે ખંજન આંખે ગુલાલ રુપરાશિ અવતાર તું!
પૂર્ણેન્દુ સમ મુખમંડળ મારે મન રખે તહેવાર તું!
નયનકટાક્ષ ન પામી શક્યો એથી કૈંક લાચાર છું,
સજીધજીને ઊભી આંગણે સૃષ્ટિનો શણગાર તું!
ગુલ ગુલાબી, નૈન શરાબી અધરોષ્ઠ રંગે એક જો,
ઝંખે તુજને યુવાન હૈયાં પ્રત્યેકનો હશે આવકાર તું!
રુપમાધુરી તારી અનંગ શરમાવે રતિનો પડકાર તું!
અધરબીંબ દ્વય બીડાયેલા શું હશે મુખે ઉચ્ચાર તું!
મિલનોત્સુક તવ નયન અપેક્ષિત નેત્રકટાક્ષ પામવા,
નીતરતું તવ યૌવન દેહે પ્રતિપળ રુપની વણજાર તું!
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '