મૂંઝાતો નહીં ,હું છું ને ,એવું કહેતા જ્યાં “પિતા” હોય,
આવી ગયો દીકરા,સુખે જમી લે,કહેતી “માતા” હોય,
દૂર સુધી પતિ ની વાટ નિરખતી પ્રેમાળ “પત્ની” હોય,
વહેલા આવજો,સાથે વાળું કરશું કહેતી “દીકરી” હોય,
બધું છોડી પિતાના ચરણ સ્પર્શ કરતો “દીકરો” હોય,
આવો પરિવાર એજ આ ધરતી પરનું “સ્વર્ગ” હોય,
#cp