સ્માઈલુ-SMIYLU….
પ્રીય સ્માઈલુ,,,
તને ખબર છે ને તું હસતો નથી ત્યારે બિલકુલ સારો નથી લાગતો તારા ટેઢા-મેઢા દાંતને તારા હોઠે સાચવી લીધા છે....એટલે તને સ્મિત કરતો જોવો ગમે છે...એમાં તારી સ્પીચ શી ખબર તું શું બોલે છે??ક્યારેક સમજાય છે , ક્યારેક નથી સમજાતું.પણ તું સાંભળવાની ઈચ્છા થાય છે...ગઈ કાલે રાતના પણ તું ખુબજ બોલ્યો..મારી ઉપર અકળાતો,ચિડાતો ગુસ્સો કરતો તું બહુ બોલ્યો.અરે હું પણ તારી ઉપર એટલો જ ગુસ્સો કરવા માંગતી હતી..પણ સાંભળતી રહી કારણ કે તારી જબાન પર મોહી પડી છું કદાચ...
પણ તારા શબ્દો કઈક કાલે થોડા વધારે જ ધારદાર હતા.હું જાણું છું કદાચ હું તારી અપેક્ષાઓ ઉપર ઓરી નહિ ઉતરતી હોવ,પણ તેનો મતલબ એ નથી કે હું પ્રયત્ન પણ નથી કરતી..પણ ગઈ કાલે તારું બોલેલું વધુ વાગ્યું..મને ખબર છે તું ગુસ્સામાં હો તેથી તને ભાન નથી રહેતું પણ તનેય ખબર છે ???ગુસ્સામાં તારા માથે શીંગડા ઉગ્યા હોય તેવું લાગે છે ભૂલી નાં જતો તારા બે રાક્ષી દાંત થોડા બહાર છે..આવડે એવો તને હસાવવાનો પ્રયત્ન કરું છું..સ્માઈલુ..
કારણ કે તું હસે તો ખુબજ સારો લાગે છે,કારણ કે તું હસેને ત્યારે ફક્ત મને મારો લાગે છે....તને એ પણ ફરિયાદ છે ને કે રીસાયા-ખીજાયા પછી હું ક્યારેય સામેથી આવતી નથી,,,એટલે આ વખતે હું તને પત્ર લખી રહી છું..તું મનાવે તે પહેલા એ જ કહેવા માટે કે પ્રયત્ન કરું છું સ્માઈલુ..મારા પ્રયત્ન ફળે ત્યાં સુધી હસતો રહીને મને હિમ્મત આપતો રહેજે કેમકે હું તને ખુબજ ચાહું છું...તું બાથ ભારે એટલુંજ છે મારું ઘર...મારું જીવન...મારો સ્માઈલુ સાવરિયો...હવે હસતો ખરા......અનમોલ....
(કાલ્પનિક કાગળોમાં વાસ્તવિક હક્કીક્ત-અનમોલ)