અછાંદસ
એણે કહ્યું હું તને પ્રેમ કરું છું, મે કહ્યું હું પણ.
એણે કહ્યું હું તારા વિના જીવી નહી શકું, મે કહ્યું હું પણ.
એણે કહ્યું હું હથેળીમાં ચાંદ તારા ઉગાડી આપીશ, મે કહ્યું હું પણ.
એણે કહ્યું હું દુનિયાને તારા કદમોમાં ધરી દઈશ, મે કહ્યું હું પણ.
એક દિવસ એણે કહ્યું હું તારી સાથે જીવી શકું એમ નથી, ને હું બોલી નોહતી શકી હું પણ.
-- એશા દાદાવલા