Gujarati Quote in Microfiction by Hiren Moghariya

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

***** અપના ઘર *****

શહેરનાં સૂમસામ રસ્તા પર જઈ રહેલી કાર આડે અચાનક કોઈ આવતા કથીરે બ્રેક મારી.બહાર નીકળીને જોયું તો કોઈ ભિખારી જેવો લાગતો છોકરો નીચે પડ્યો હતો. એણે પેહરેલું "અપના ઘર" અનાથાશ્રમ નું શર્ટ રક્તનાં રંગમાં રંગાઈ ગયું હતું.
કથીર અને તેનો દોસ્ત યોગેશ તેને હોસ્પટલ લઈ ગયા. પોલીસ કેસ થવાની બીકે યોગેશે તેને હોસ્પટલમાં જ છોડીને જવાની વાત કરી. પરંતુ કથીર તેને ઘરે મોકલીને ત્યાં જ બેસી રહ્યો.
સવારે જ્યારે પેલો છોકરો ભાનમાં આવ્યો ત્યારે કથીર અને ધારા હાથમાં નવા કપડાં અને મોં પર સ્મિત સાથે તેને "અપના ઘર"માં આવકારવા આતુર હતા. ફર્ક એટલો જ હતો કે આ વખતે અપના ઘર અનાથાશ્રમ નહિ પણ ખરેખર પોતાનું ઘર બનવાનું હતું.નિયતિ ભૂતકાળનું પુનરાવર્તન કરી રહી હતી. વર્ષો પહેલાં કથીરનાં નાથ કોઈ બન્યું હતું અને આજે એ કોઈ અનાથ નો નાથ બનવા જઈ રહ્યો હતો.

# સૂક્ષ્મ વાર્તા

Gujarati Microfiction by Hiren Moghariya : 111117847
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now