વય વધતાં આખર પાનખર આવી ખરી.
ચહેરે કરચલી વળી અવસ્થા લાવી ખરી.
વસંત કેમ વીતી ગઈ ખબર જ પડી મને,
જોર જાજેરું જમાવવામાં એ ફાવી ખરી.
થયાં તેજ નયનના ઓછાં ઝાંખપ વધારી ,
શ્વેતકેશના સંગે ચ્હેરો ગઈ બદલાવી ખરી.
થયું આગમન એકાએક રોગો તણું કેવું!
શિથિલ ગાત્રોથી એ મન ગૈ મૂંઝાવી ખરી.
હરી લીધું વર્ચસ્વ મારું ખુદ મારા ઘરમાં ,
બદલાતા સંજોગે નયનને ગૈ વરસાવી ખરી.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '