**** જીંદગી. ****
નથી સમજાતુ કે તુ શું છે જીંદગી
ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ છે જીંદગી
એક પળ હસાવે તો બીજી પળ રડાવે જીંદગી
ક્યારેક સાથે તો ક્યારેક નોખા પડાવે જીંદગી
પણ કોઈક એ તો કહો શું છે જીંદગી
કોઈક કહે છે કે સુખી છે આ જીંદગી
કોઈક કહે છે કે દુઃખી છે આ જીંદગી
પણ કોઈક એતો કહો શું છે જીંદગી
બધા જીવોને મળે છે આ જીંદગી
કોઈક ને પશુ તો કોઈક ને પંખિંમા મળે છે જીંદગી
જરા જુવો તો ખરા માણસ ને પણ મળે જીંદગી
ઘણાં માણસ ખતમ કરે છે આ જીંદગી
પણ જીવો તો ખરા ખબર તો પડે કેવી છે જીંદગી
પણ કોઈક એતો કહો શુ છે જીંદગી
નથી સમજાતુ કેટલી છે આ જીંદગી
નથી સમજાતુ કેવી છે આ જીંદગી
એટલી ખબર છે કોઈક ને મજા છે આ જીંદગી
કોઈક ને સજા છે આ જીંદગી
નથી સમજાતુ કે તુ શું છે જીંદગી
નથી સમજાતુ કે તુ શું છે જીંદગી
લી.ગોહિલ હિમાલય