વાત એ પૂરી થઇ કે કથા માંડુ ?
રાત અધુરી ગઈ એ ગાથા માંડુ?
આજ તો છોને થતી આંખડી ભીની,
કાલ જે વીતી ગઇ એ ગાથા માંડુ!
ના નથી ડુબાવવા કો અશ્રુ ધારે,
ડૂમો જે બાઝી ગયો એ ગાથા માંડુ!
મૌન તો રે'વુ બહુ આકરું લાગ્યુ
લાવ આજે ચાબખા ની ગાથા માંડુ!
આશરો તારો જ રાખ્યો,તને સોંપ્યું,
હાલ આજે સુખદુઃખોની ગાથા માંડુ!
તા.ક.માં 'દેવાંગ' થોડી ઘણી યાદી,
પ્રાર્થના માં આજ કોની ગાથા માંડુ !!!!
સાલુ થોડુ ટ્રેજિક( દર્દ પિડા દુઃખ) લખાઇ ગયું એ મારી શૈલી નથી ને મને ગમતું ય નથી એટલે આ જ મત્લાથી ચાર અલગ અલગ મુડ કે શૈલી માં લખાશે ગમે તો ઠીક નહી તો સહન કરી લેજો..... ?????