English Quote in Shayri by બાબા સત્સંગી

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભૂલો ભલે બીજું બધું માં બાપને ભૂલશો નહીં,
અગણિત છે ઉપકાર એના એ કદી વિસરશો નહીં

અસહ્ય વેઠી વેદના ત્યારે દીઠું તમ મુખડું
એ પુનિત જન ના કાળજા પથ્થર બની છૂંદશો નહીં

કાઢી મુખેથી કોળિયા મોમાં દઈ મોટા કર્યા
અમૃત તણા દેનાર સામે ઝેર ઉછડશો નહીં

લાખો લડાવ્યા લાડ તમને કોડ સૌ પુરા કર્યા
એ કોડના પુરનારના કોડ પુરવા ભૂલશો નહીં

લાખો કમાતા હો ભલે મા બાપ જેથી ના ઠર્યા
એ લાખ નહીં પણ રાખ છે એ માનવું ભૂલશો નહીં

સંતાનથી સેવા ચાહો તો સંતાન છો સેવા કરો
જેવું કરો તેવું ભરો એ ભાવના ભૂલશો નહીં

ભીને સુઈ પોતે અને સુકે સુવાડયા આપને
એ અમીમય આંખને ભૂલીને ભીંજવશો નહીં

પુષ્પો બિછાવ્યા પ્રેમથી જેણે તમારા રાહ પર
એ રાહબર ના રાહ પર કંટક કદી બનશો નહીં

ધન ખર્ચતા મળશે બધું માતા પિતા મળશે નહીં
એના પુનિત ચરણો તણી એ ભાવના ભૂલશો નહીં

ભૂલો ભલે બીજું બધું માં બાપને ભૂલશો નહીં,
અગણિત છે ઉપકાર એના એ કદી વિસરશો નહીં
?????

English Shayri by બાબા સત્સંગી : 111116237
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now