Gujarati Quote in Quotes by Ravina

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ક્યારેય જીવનમાં એવું લાગ્યું છે કે બસ હવે અસહ્ય થઈ રહ્યુ છે! બસ હવે દુઃખ સહન કરવાની હદ આવી ગઇ! કે પછી સફળતા ટોચ પર પહોંચવાને એક કદમ જ દૂર હોવ ને અચાનક સાવ નીચે પડી ગયા હોય! ક્યારેય સાવ એકલા કે નિરાધાર મહેસુસ કર્યું છે! inshort ક્યારેય પોતાને બહુ ગમ માં કે દુઃખ માં જોઈ છે?

જવાબ શુ છે તમારો! હા.. થયું છે ભુતકાળમાં..

ને અત્યારે વર્તમાન માં? અત્યારે હવે બધું ઓકે છે.

દરેક સમસ્યા એક એક્સપાઈરી ડેટ લઈને જ આવે. ત્યાં સુધી પ્રતિકાર કરતા રહો. ઉપરવાળો બધાનો છે જ. પડવા દેશે, વાગવા દેશે પણ એકલા નહિ મુકે. દરેક પરિસ્થિતિમાં એના પરની અતૂટ શ્રદ્ધા જ તમને જીતાડશે. આખો દિવસ ભજન કીર્તન ન કરી શકાય પણ દિલના એક ખૂણા માં પોતાના ઈશ્વરને બેસાડી નિઃસ્વાર્થ ભાવે કર્મ તો કરી જ શકાય ને! આ યુગ માં તમારું કામ એજ તમારી પૂજા છે. સતકર્મ કરી પ્રભુની સમીપ જઈએ.

Gujarati Quotes by Ravina : 111116166
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now