જન્મ થયો મુજનો , ત્યાં હર્ષ ની ઘેરી વળી લાલી
હાથોહાથ રાખી માબાપે કર્યાં લાડ, હું લાલ રંગ ને સંગ !
વીસી આવી, જુવાની લાવી, ફાગણ મ્હોર્યો અંગ અંગ
ગુલાબ જેવી મહેકે જીંદગી, હું ગુલાબી રંગ ને સંગ !
ત્રીસી આવી, ઘરબાર વસ્યું ,શુભ ઘડી સંતાન જન્મ ની
ખુશાલી ની છાઈ હરિયાળી, હું લીલા રંગ ને સંગ !
ચાલીસી વટાવી, જવાબદારી નો ભાર વધતો ,
હું ગુસ્સો માં રાતો પીળો, હું પીળાં રંગ ને સંગ !
પચાસી વટાવી, જીંદગી ની મોજ ફરી મળી માણવાની
હું આસમાન સમ ધીર, હું આસમાની રંગ ને સંગ !
સાઈઠ પત્યા,ઓહો જીંદગી લેતી જાણે નવો વળાંક,
મને આઝાદી નો કેફ ચડ્યો, હું કેસરી રંગ ને સંગ !
આ સિત્તેર થયાં, ચારેકોર લીલીવાડી જોયાં નો સંતોષ
મન નિર્લેપ ને શાંત ધીર ગંભીર, હું સફેદ રંગ ને સંગ !
કેટકેટલું આપ્યું જિંદગીએ, ને કેટકેટલું મેં માણ્યુ
ઓહ ! પાછું વળી જોઉં તો ઇન્દ્રધનુષ થી હું રંગારંગ !