છે તું જીંદગીમાં મારી,
છતાંય પરિસ્થિતિ આજે કાંઈક એવી છે,
તું મારી આંખોની સામે છે,
છતાંય તને જોઈ શકતો નથી,
તું મારી ઘણી નજીક પણ છે,
છતાંય તને મળી શકતો નથી,
તું મારા હ્રદયમાં વસેલી છે,
છતાંય તને પ્રેમ કરી શકતો નથી,
મારી હથેળીમાં પ્રેમની લકીર છે,
છતાંય તારૂ નામ લખી શકતો નથી,
મારા દરેક શ્વાસમાં તારુ નામ છે,
છતાંય તારૂ નામ લઈ શકતો નથી.. ? હિતેશ "પરી"