તારો ને મારો સંબંધ
ગુરુ ને શિષ્ય નો સંબંધ
હું ડગમગી જાઉં જિંદગી ના સફર માં
તું હંમેશા મને બતાવે સાચી દિશા
તારો ને મારો સંબંધ
શ્રદ્ધા નો સંબંધ
મારી શ્રદ્ધા ક્યારેક ડગી જાય
પણ તું અતુટ શ્રધ્ધા રાખે મારા પર
તારો ને મારો સંબંધ
વેદના નો સંબંધ
સુખ માં કદાચ તને યાદ ન કરું પણ
દુઃખ માં હમેશા તને મારી
સૌથી નજીક અનુભવી શકું
તારો ને મારો સંબંધ
મિત્રતા નો સંબંધ
મારી બધી ભુલો સાથે તું મને સ્વીકારે
અને મારી બધી વાતો નો તું છે રાઝદાર
તારો ને મારો સંબંધ
પરમ સ્નેહ નો સંબંધ
હું થઈ પણ જાઉં ક્યારેક સ્વાર્થી
પણ તું હંમેશા વરસાવે નિઃસ્વાર્થ સ્નેહ
તારો ને મારો સંબંધ
આ જિંદગી પૂર્ણ થયા
પછી નો પણ સંબંધ
થઈ જવાનું વિલીન તારા જ મહીં...