પ્રેમ બાવરી??
વાત ખુટી લબ્સ પાસે,
લખવાનું તે વિસરી ગઈ.
ખોવાઈ ગઈ ભીડ માં,
તે ખુદ ને શબ્દ થકી શોધતી રહી બાવરી.
તાજી કુંપણ ની જેમ ખિલતી,
ને ખરતાં પાન માં ખુદ ને નિહારતી રહી.
ગુલાબ ના ફુલ સમીપ ગઈ મસ્તી થી,
કાંટા ના દર્દ થી લથડાતી ચાલી ગઈ,
તે ખુદ ને શબ્દ થકી શોધતી રહી બાવરી.
ગઈ હતી તે દુર તારા થી,
તે હંફાતી ખેંચાતી તારી પાસે આવી ગઈ.
કોશીષો તો હતી ઘણી તને ભુલવાની,
આંસુ ઓથી તારી પ્રિત ને યાદ કરતી રહી,
તે ખુદ ને શબ્દ થકી શોધતી રહી બાવરી.
સપનાં માં તુજ ને સાંભળતી રહી,
તારી એક એક ઝલક માટે તરસતી રહી.
માની બેઠી જીંદગી પોતાની તને,
તે એજ જીંદગી ને કોષતી રહી,
ખુદ ને શબ્દ થકી શોધતી રહી બાવરી.
તે બની ગઈ દિવાની તારી,
તે પોતાની લાગણી ને,
દિલ માં સંતાડતી રહી,
દુનિયા ભુલી ગઈ, તારા પ્રેમ માં,
મારા વાલમ તે ઝેર પીનાર "મીરાં" બની ગઈ,
ખુદ ને શબ્દ થકી શોધતી રહી બાવરી.
દુનિયા તેની પર હસ્તી રહી મજાથી,
લોકો ના દિલ માં પોતાની છાપ છોડતી ગઇ,
ભક્તિ માં લીન થતી રહી,તે પદો થી,
અમર થઇ ને લબ્સ પ્રેમ દિવાની થી,
ખુદ ને શબ્દ માં શોધતી રહી બાવરી.
શૈમી ઓઝા "લબ્સ "