હા, હું એકલી રહી ગઈ
હા ,હું તને યાદ કરતી રહી ગઈ
માનું છું કે પ્રેમ હતો તને,
માનું છું કે હતો નિઃસ્વાર્થ એ,
નથી હવે તું ને તારી વાતો,
છે હવે માત્ર તારી યાદો,
દુઃખી છું તારા જવાથી,
સુખી છું તારી યાદથી,
હસી લઉં છું મારા માટે,
રડી લઉં છું તારા માટે,
કંઇક કહી દઉં છું તને તારા માટે
પણ આજે ચૂપ છું હું મારા માટે...
-KR