#ડાયરી
જ્યારે પણ ખોલુ છુ ડાયરી, કઇક નવુ જ નીકળે છે.
ક્યારેક ખોવાય ગયેલો હુ, તો ક્યારેક તુ મળી આવે છે.
તુ નથી પણ તારી જ જેમ બકબક કરે છે.
મારા આખા દિવસની બધી અને બધાની વાતો કહે છે,
પણ આખરે તારા પર આવીને આથમે છે.
મને ખબર છે, આ છોકરીઓની ટેવ છે.
મે પણ એને કેટલી વાર કહ્યુ,
પણ હજુય એ તારા રેશમી વાળ સાચવે છે.
એ કહે છે એમા તારી ખુશબુ આવે છે.
હવે તુ જ કહે 'ઝરના' એવુ કાય થોડુ હોતુ હશે ?
-રેરા