Gujarati Quote in Book-Review by Anil Morvadiya

Book-Review quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

" What Went Wrong ? "
Must read...
" ગડબડ ક્યાં થઈ ?? "

એક બહુ જ હોશિયાર છોકરો હતો... હમેશા ફર્સ્ટ જ આવતો...
આવા છોકરાવ ને બહુ જ જલ્દી સિલેકસન મળી જાતુ હોય છે એમ આ છોકરા ને પણ મળી ગયું...
IIT ચેન્નઈ માં કરી ને B.Tech કર્યું અને પછી અમેરિકા જઇ ને MBA કર્યું..

તરત જ નોકરી મળી ગઈ અને દેશ માં ખૂબ જ સુંદર કન્યા સાથે પરણી ગયો અને 3 બેડ ના ફ્લેટ માં આરામ ની જિંદગી જીવવા લાગ્યો...

સુખ અને માત્ર સુખ જ હતું છતાં એણે એક દિવસ સ-પરિવાર આત્મહત્યા કરી લીધી...

What Went Wrong ?
ગડબડ ક્યાં થઈ ?

આ પગલું ભરતા પહેલા એણે કાયદેસર રીતે બધુ જ સમજી વિચારી ને પોતાની પત્ની સાથે ચર્ચા કરી ને સ્યૂસાઇડ નોટ માં લખ્યું કે અત્યાર ની પરિસ્થિતી માં આ જ પગલું શ્રેષ્ઠ છે !!!
એના આ કેસ ને અને સ્યૂસાઇડ નોટ ને California Institute of Clinical Psychology એ ‘What went wrong ?‘ જાણવા માટે સ્ટડી કર્યું !!!


કારણો મળ્યા...
અમેરિકા ની આર્થિક મંદી ના લીધે એની નોકરી ગઈ...
પછી બીજી નોકરી મળી જ નહીં... પગાર ઓછો કરવા છતાં 12 મહિના નોકરી ના મળી અને મકાન ના હપ્તા અને ઘર ખર્ચ કાઢતા રોડ પર આવી જાય એવી હાલત થઈ...
થોડા દિવસ પેટ્રોલ પંપ પર નોકરી કરી ને ઘર ચલાવ્યું એવું જાણવા મળ્યું પણ પછી થોડા જ સમય માં સ-પરિવાર આત્મહત્યા કરી લીધી !!!

આ કેસ ને સ્ટડી કરતાં એક્સપર્ટ આ તારણ પર આવ્યા કે " This man was programmed for success but he was not trained
how to handle failure. " મતલબ કે આ વ્યક્તિ ને સફળ કેમ થાવું એ તો શિખડાવવા માં આવ્યું હતું પણ અસફળતા નો સામનો કેમ કરવો એ નોતુ શિખડાવ્યું !!!

એના માં બાપે હમેશા એણે ફર્સ્ટ કેમ આવવું એ જ શીખવ્યું અને દુનિયા ના ઉતાર ચડાવ દેખાડયા જ નહીં અને બસ રૂમ માં બેસાડી ને ભણ-ભણ જ કહ્યે રાખ્યું...


મિત્રો, બાળકો ને શિક્ષણ જરૂર આપો પણ સાથે સાથે આ જંગલ રૂપી દુનિયા માં કેમ ટકવુ એ સંસ્કાર અને શીખ પણ આપો...

દરેક પરિસ્થિતી નો ધીરજ સાથે સામનો કેમ કરવો, વિવેક રાખવો અને શહનશીલતા રાખવી એ પણ શિખડાવો !!! -

Gujarati Book-Review by Anil Morvadiya : 111112626
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now