“મૈત્રી-હ્રદયની”
આ જમાનામાં રોગ લાગ્યો છે, મિત્રોનો રુબરુ સંપર્ક કરવાનો,
પણ મોબાઈલના નેટવર્કમાં શમી જાય છે ભાવ પ્રિતનો
હતી રાહ જોવાની આદત પહેલાં કલાકો સુધી
આવ્યા, મળ્યા, વાતો વાગોળી હતી સમી સાંજ સુધી
પણ મોબાઈલની મુંઝવળ ને અપડેટની માયામાં
મિત્રોના સુર-આત્મા બંને ભુલાયા છે નવા સમાજમાં
હાય-હેલ્લો થયું સધળું હવે તો ચમકતી સ્ક્રીનમાં
ભુલાતું ગયું છે હવે જોવાની પ્રિત આંખોની સ્ક્રીનમાં
બસ દુરથી ધબકે છે હ્રદયની રીંગટોન હવે તો
ને આ હ્રદય ધબકતું રહે કે ન રહે, શું ફેર પડે છે હવે સૌને
બંધ થશે તો પણ ક્ષણમાં વાયરલ થશે એના સુનકારા
અંજલી પણ થશે રંગીન પછી તો ચમકતી સ્ક્રીનમાં
ક્ષણમાં તો અગ્નિની સાક્ષીએ અલવિદા થશે આ નશ્વર દેહ
ને ચાર્જ થયેલ મોબાઈલમાં દેખા દેશે એ જ સ્વરુપમાં
એક દુ:સ્વપ્ન જોવાયું હતું આ કોમળ હ્રદયમાં
સુપ્રભાતે જ ઓસના બિંદુઓ બન્યા પડછાયા આંખમાં
દુ:સ્વપ્નને જાકારો આપવા ધબકયું છે એક હ્રદય
મિત્રનો આવ્યો સાદ,ચાલને ફરી ધબકીયે એકજ હ્રદયે
તા.૧૬-૩-૨૦૧૯ -કિરીટ બી. ત્રિવેદી –“નિમિત”
(અર્પણ:-એ સૌ મિત્રોને જેઓની પાસે હ્રદયની વાતો કહી શકાય એવો એક મિત્ર હોય)