The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
“મૈત્રી-હ્રદયની” આ જમાનામાં રોગ લાગ્યો છે, મિત્રોનો રુબરુ સંપર્ક કરવાનો, પણ મોબાઈલના નેટવર્કમાં શમી જાય છે ભાવ પ્રિતનો હતી રાહ જોવાની આદત પહેલાં કલાકો સુધી આવ્યા, મળ્યા, વાતો વાગોળી હતી સમી સાંજ સુધી પણ મોબાઈલની મુંઝવળ ને અપડેટની માયામાં મિત્રોના સુર-આત્મા બંને ભુલાયા છે નવા સમાજમાં હાય-હેલ્લો થયું સધળું હવે તો ચમકતી સ્ક્રીનમાં ભુલાતું ગયું છે હવે જોવાની પ્રિત આંખોની સ્ક્રીનમાં બસ દુરથી ધબકે છે હ્રદયની રીંગટોન હવે તો ને આ હ્રદય ધબકતું રહે કે ન રહે, શું ફેર પડે છે હવે સૌને બંધ થશે તો પણ ક્ષણમાં વાયરલ થશે એના સુનકારા અંજલી પણ થશે રંગીન પછી તો ચમકતી સ્ક્રીનમાં ક્ષણમાં તો અગ્નિની સાક્ષીએ અલવિદા થશે આ નશ્વર દેહ ને ચાર્જ થયેલ મોબાઈલમાં દેખા દેશે એ જ સ્વરુપમાં એક દુ:સ્વપ્ન જોવાયું હતું આ કોમળ હ્રદયમાં સુપ્રભાતે જ ઓસના બિંદુઓ બન્યા પડછાયા આંખમાં દુ:સ્વપ્નને જાકારો આપવા ધબકયું છે એક હ્રદય મિત્રનો આવ્યો સાદ,ચાલને ફરી ધબકીયે એકજ હ્રદયે તા.૧૬-૩-૨૦૧૯ -કિરીટ બી. ત્રિવેદી –“નિમિત” (અર્પણ:-એ સૌ મિત્રોને જેઓની પાસે હ્રદયની વાતો કહી શકાય એવો એક મિત્ર હોય)
“મૃત્યુ” નું અસ્તિત્વ” “મૃત્યુ” આમ તો તારુ અસ્તિત્વ “જીવન” થકી જ ને, “જીવન” છે એટલે જ તો “તારો” “જન્મ” થાય છે ને. “જીવન” ના અંત પછી “મૃત્યુ” તું રહીશ ભૌતિક સ્વરુપે જ, “યાદ” કે “સ્મૃતિ” માં “મૃત્યુ” તું રહીશ તો કફન સ્વરુપે જ. એટલે જ હે “મૃત્યુ” બહુ ગુમાન ન કર આ “માનવ લોક” માં, “જીવન” ની “મધુરતા” અને “વાત્સલ્યતા” અમર રહેશે આ સૃષ્ટિમાં. ભલે માનવ-દેહ પામે નાશ સમજે સૌ જે સ્થિતિમાં, પ્રેમ અને સહાનુભુતિ રહેશે સૌની સ્મૃતિમાં. વિજય પથ પર છે, “જીવન”, એટલે જ “મૃત્યુ” છે મુકપ્રેક્ષક “આજીવન” ગાંધીનગર -કિરીટ બી. ત્રિવેદી -”નિમિત”
“મૃત્યુ” સમગ્ર વિશ્વમાં એક જ સનાતન સત્ય છે-“મૃત્યુ”. મૃત્યુ પછી શું? આત્મા અમર છે, પરંતુ માનવ દેહ. પંચ-મહાભુતમાં વિલિન થયા બાદ અન્ય જીવન પ્રાપ્ત કરે છે કે કેમ? એ અંગે સદાકાળથી લખવામાં આવતું રહેલ છે. હા, મૃત્યુના આલિંગન જેવું સનાતન સુખ પણ અલૌકીક જ હોય છે- ચિર શાંતિ.-કશીજ ખલેલ નહિં. ઈશ્વર પાસે હોવાની અનુભુતિ અને પરમ આનંદની સ્થિતિ.- એ જ વાસ્તિવકતા.- “મૃત્યુ એટલે-સૌનું પરમ કલ્યાણ માર્ગે ગમન. તા.૧-૧૨-૨૦૧૮ કિરીટ બી,ત્રિવેદી-“નિમિત” ગાંધીનગર
“ગંગા-જળ” “ચૈત્ર –વૈશાખના ગર્મીના દિવસો માં હરદ્વાર થી પરત ફરતા શ્રધ્ધાળુઓ થી બસ ભરેલ હતી. અગન દઝાળતી ગર્મીમાં એક માજીને પાણીની ખુબજ તરસ લાગી, પરંતુ એમની પાસે પીવાનું પાણી ન હોવાથી આજુ બાજુના સહ પ્રવાસીઓને થોડુંક પાણી આપવા અરજ કરી. લોકો એક બીજા સામું જોઈ રહ્યા, પણ પાસે રહેલ ૧-૫ લીટરના ગંગા જળની બોટલમાંથી થોડું પણ પાણી આપવા આ લાચાર માજીની તરસ છીપાવવા આગળ ન આવ્યા.” અંતે વહેતી અશ્રુધરાથી જ પાણીની પ્યાસ છીપાવવા વિચારી રહેલ માજીની પાસે એક નાનકડું બાળક અચાનક જ આવી પહોંચ્યુ અને પોતાની પાસે રહેલ નાની એવી પાણીની બોટલમાંથી માજીની પ્યાસ છીપાવવાનો પરમ આનંદ મેળવતા-મેળવતા હસાવા લાગ્યો. –જાણે કૃષ્ણ જ આવીને પરમ-જ્ઞાનનો દિપક પ્રગટાવતા ગયા. કિરીટ બી, ત્રિવેદી-ગાંધીનગર તા.૧૯-૧૧-૨૦૧૮
નાના બાળકોના અકાળ મૃત્યુ પ્રસંગે શ્રધ્ધાંજલિ સ્વરુપે શ્વાસ તો શ્વાસ જ હોય છે આમ તો, એને ક્યાં ઉમરનો બાધ હોય છે આમ તો. ધબકતાં હ્રદયમાં પણ નિરંતર વહે છે એ તો, ને ધબકારો ચુકી જવાય તો પણ વહે છે એ તો. આ તો હતા સૌ બાળ, હજુ તો જીવનના પ્રથમ ચરણમાં, જીવન કેવું હશે? એ પણ નથી વિચારી શકતા છે પ્રથમ ચરણમાં, “મા” નો પ્રેમ અને પિતાનું વાત્સલ્ય ઝંખતા હતા હજુ તો, શરુ થયેલ છે પ્રેમને વાત્સલ્ય ભીની સરવાણી હજુ તો. ત્યાં તો બની ઘટના એક કરુણતાની, ઈશ્વરે પણ કદાચ પુરાવી હશે આકાશી હાજરી. બાળ હ્રદયના શ્વાસ ગયા અચાનક થંભી, અનંતયાત્રાની વાટ માટે જાણે સૌ ગયા સંપી. શું “નિમિત” બન્યા છે સૌ “એ” પરિસરના વાસી? કે પછી પ્રભુ ઈચ્છા બળવાન માન્યા છે સૌ પરિવાર વાસી? કરુણતા સભરના દ્રશ્યો જોઈ ભીંજાઈ ગઈ છે આંખો, નત મસ્તકે ઈશ્વરને એજ પ્રાર્થના અર્પો દિગંતોને શાંતિ. શ્વાસ તો શ્વાસ જ હોય છે આમ તો, એને ક્યાં ઉમરનો બાધ હોય છે આમ તો. ------------------------------------------------------------------------------------------ -કિરીટ બી. ત્રિવેદી,-“નિમિત” સ્થળ :-ગાંધીનગર
ગાંધીનગર તા.૨૪-૭-૨૦૧૮ “અજન્મા દિકરી” ખુબજ ખુશ હતી “મા” ના કોખમાં હું તો, સ્વપ્ન જોતી હતી જગતમાં અવતરણની હું તો. નાનપણમાં જ ક્લીક કરી લીધા ફોટા મારા, નેગેટીવ ને પોઝીટીવ થવાના સ્વપ્ન જોતી હતી હું તો, પણ આ શું? પોઝીટીવ ન બન્યા મારા જ સર્જનહારા, નેગેટીવ ને નેગેટીવ જ રહેવા દીધી ને અંત લાવ્યો મારો અને મારા સ્વપ્નનો, જગતમાં અવતરણ થવાના મારા સ્વપ્નને, આજે જ અને આ જ ઉદરમાં અસ્ત પામતા જોઈ રહી હું તો, શું આપ સાકાર કરશો મારું સ્વપ્ન ? શું આવકારશો મને આપના જીવનમાં? કે પછી રાહ જોવામાં જ વાંરવાર, અસ્ત પામશે મારું જીવન, મારા જ સર્જનહાર દ્વારા, આશા અમર છે એ વાસ્તવિકતા જાણી, મેં પણ ફરી શરુ કર્યુ છે સ્વપ્ન જોવાનું આ જગતમાં અવતરણનું આપને ત્યાંજ આપને ત્યાંજ, આવકારશો ને મને? આવકારશો ને મને? -કિરીટ બી. ત્રિવેદી,-“નિમિત” ======================================================
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser