ઈચ્છાઓ મારી મારીને ક્યાં સુધી જીવવું?
ઝખ્મોને સીવી સીવીને ક્યાં સુધી જીવવું?
દર્દોનો દરિયો ઘૂઘવાતો રહે છે ભીતરમાં
જીવતી લાશ બની ને ક્યાં સુધી તરવું?
હસતા મોઢે ઝેર પીધાં છે જીવનમાં
સીધા સરળ બની ને ક્યાં સુધી રહેવું?
વફા નો કોઈ મોલ નથી પ્રેમ ની બાજીમાં
ખુદને હારી ને હવે ક્યાં સુધી કરગરવું?
નિલ દર્દોના રંગ વહી નીકળ્યા આંખોમાં
રચના કરી ને ખુદ ને ક્યાં સુધી ચીતરવું?
-નિલ
તા.૫/૩/૨૦૧૯
સમય-૬:૨૨ pm