????????
મઝા આવશે દોસ્ત મઝા આવશે
કહું છું બધાને મળવાનું રાખો
દાંત ચાલ્યા જશે પછી કોણ અખરોટ ચાવશે ---
વાતો કરો બાળપણ જવાની ની
પછી કોણ જાણે ક્યારે
પાર્કિન્સન કે અલ્ઝાઇમર આવશે ---
હજુ તમે હાલતાં ચાલતા છો
કાઢો ગાડી કે સ્કૂટર
કાલે કોણ તમને મુકવા આવશે ---
દેખાય તો છે બત્રીસી સલામત
હસી લો ખુલ્લે આમ
કાલે ચોકઠું શોધવામાં સમય જાશે ---
માંગી લો માફી મિત્રો ની
જિંદગી ભર નહીંતર
વસવસો કોરી ખાશે ---
ફિલ્મ વિલ્મ જોવાનું રાખો
બંધ બારણે પછી
કોણ સિસોટીઓ વગાડશે ---
ચાલો ઉપડીએ દમણ વમણ
પછી માંગશો તો કોઈ
પાણી પણ નહિ પીવડાવશે ---
મઝા આવશે દોસ્ત મઝા આવશે ----!!!!!