અંગડાઈ ને આમ કયાં આવકારો
લતાનો કરમાવવાનો તો ડર રાખો
પાયલને આમ ક્યા ખનકાવો
જલતરંગ ને હરાવવાનો તો ડર રાખો
આટલું અલ્હડ ક્યા ચાલો
ઝરણાં નો સ્થિર થવાનો તો ડર રાખો
આટલું સુરીલુ ક્યાં બોલો
કોયલ નો મૌન થવાનો તો ડર રાખો
મને આટલો પ્રેમ ક્યાં કરો
મારો પાગલ થવાનો તો ડર રાખો