“મૃત્યુ” નું અસ્તિત્વ”
“મૃત્યુ” આમ તો તારુ અસ્તિત્વ “જીવન” થકી જ ને,
“જીવન” છે એટલે જ તો “તારો” “જન્મ” થાય છે ને.
“જીવન” ના અંત પછી “મૃત્યુ” તું રહીશ ભૌતિક સ્વરુપે જ,
“યાદ” કે “સ્મૃતિ” માં “મૃત્યુ” તું રહીશ તો કફન સ્વરુપે જ.
એટલે જ હે “મૃત્યુ” બહુ ગુમાન ન કર આ “માનવ લોક” માં,
“જીવન” ની “મધુરતા” અને “વાત્સલ્યતા” અમર રહેશે આ સૃષ્ટિમાં.
ભલે માનવ-દેહ પામે નાશ સમજે સૌ જે સ્થિતિમાં,
પ્રેમ અને સહાનુભુતિ રહેશે સૌની સ્મૃતિમાં.
વિજય પથ પર છે, “જીવન”,
એટલે જ “મૃત્યુ” છે મુકપ્રેક્ષક “આજીવન”
ગાંધીનગર -કિરીટ બી. ત્રિવેદી -”નિમિત”