*ટચૂકડી વાર્તા*
*ફ્રી સેવા*
પ્રિયા દરવાજો ખોલી પોતાની જાત ને સાચવવા નો પ્રયત્ન કરી રહી હતી.અચાનક એક રિક્ષા પસાર થઈ રિક્ષા ચાલક ની સ્થિતિ જોઈ એ મન માં ઉગામી બેસી કે કોઈ દિવસ કોઈ અશક્ત વ્યક્તિ ને જોઈ નઈ હોય શું આ માણસે?
તે તેના પપ્પા સાથે બાઈક પર બેઠી રિક્ષા ની પાછળ ના વાક્ય પર નજર ગઈ"દર્દી માટે મફત સેવા".અચંબિત પ્રિયા પોતાને મનોરોગી ને અવ્યવસ્થિત દેખાવ ધરાવતા રિક્ષા ચાલક ને સમજવા સમર્થ નથી એ વાત નો વસવસો લઈ નીચી નજરે નિર્ણય કર્યો કે હું આ વિચારધારા ને સમજી શકું એટલી "ફ્રી" થઈશ.
- *ભૂમિ પંડ્યા*