હું તને ચાહુ છું
તારા વ્યક્તિત્વ કે બાહ્ય છાપ માટે નહી
પણ તે મારા વ્યક્તિત્વ ને જે
રૂપ આપ્યુ છે તેની ચાહત છે
તું જે છે તેને માટે નહી
પણ તારા જ સંગાથે હુ
જે બનું છુ તેની ચાહત છે
મારા હ્રદય માં ઝાખી તેમાથી મારી
અપુર્ણતા ને હળવે થી દુર કરી મને
પુર્ણ બનાવી તેની ચાહત છે
મારા જીવન ની કર્કશતા ને દુર કરી
તેમા પ્રેમ નુ સંગીત આપ્યુ
તેની ચાહત છે
અદ્રશ્ય અને અસ્પર્શ્ય રહી
મને સતત રહેતો તારા અસ્તિત્વ નો
એહસાસ એ તારા પ્રેમ ને હુ ચાહુ છુ
હું તને ચાહુ છું