હું પણ ચુપ ને તું પણ ચુપ,
તો આ ખામોશી તોડસે કોણ ?
દૂર થઇને તું પણ દુખી અને હું પણ દુઃખી,
તો પહેલો હાથ આગળ વધારશે કોણ ?
કોને જીવન મળ્યું છે સદા માટે,
તો આ પળમાં એકલા રહેશે કોણ ?
કોઈક દિવસ બેમાં થી એક ની આંખો
હંમેશા માંટે બંધ થઇ ગઈ,
તો પછી પસ્તાવો કરશે કોણ ?
આ બધાનો જવાબ છે
માત્ર આપણે બે જ
ચાલ જેટલી પણ પલો મળી છે
જીવી લઇએ.
એકબીજાની સાથે
એકબીજાના પ્રેમમાં
એકબીજાની યાદમાં.
સંબંધો ની સુવાસ ઠેર ઠેર છે.
સંબંધો તો ઈશ્વર ની દેન છે,
બસ નિભાવવાની રીતો માં
થોડો થોડો ફેર છે.