Gujarati Quote in Story by Umakant

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સ્નેહિ શ્રી હિમાંશુભાઈ છાયાના સૌજન્યથી
બાજ પક્ષી પોતાના બચ્ચા ના જન્મ પછી થોડા જ સમય માં એને પોતાની પાખો માં સમેટી ને ઉપર આકાશ માં લઈ જાય છે...
એટલું ઊચે કે જ્યાં વિમાન ઉડતા હોય...
આટલે ઉપર જઇ ને એ સ્થિર થઈ જાય છે...A highest distance from earth where a natural creature can fly...
અને પછી શરૂ થાય છે ખતરનાક ટ્રેનીંગ...
એક એવી ટ્રેનીંગ કે જેમાં બાજ પક્ષી પોતાના બચ્ચા ને એ સમજાવવા માગે છે કે એ કોઈ સામાન્ય પક્ષી નથી અને એનું કામ આસમાન ની બુલંદીએ ઊડવાનું છે નહીં કે મકાનની છત પર બેસીને ચુ-ચુ કરવાનું...
પછી એ બચ્ચાને આટલી ઊચાઈએ થી છૂટું મૂકી દેવામાં આવે છે...
આટલી ઊચાઇએ થી નીચે પડતી વખતે બચ્ચાને એ સમજાતું નથી કે મારી સાથે આ શું થઈ રહ્યું છે !!!
થોડું નીચે આવવા થી બચ્ચા ની પાંખ ખુલવા લાગે છે અને ધરતી થી અંદાજે 9 કિલોમીટર ઉપર સુધી માં એની પૂરી પાંખો ખૂલી જાય છે અને એ પાંખ ફફડાવે છે એટ્લે એને એહસાસ થાય છે કે એ કોઈ સામાન્ય પક્ષી તો નથી જ !!!
એ હજુ વધુ નીચે આવે છે પણ હજુ એની પાંખ એટલી સક્ષમ તો નથી જ કે એ ઊડી શકે અને જમીન થી 700-800 મીટરે ઊચાઇ થી નીચે પડતી વખતે એને એમ લાગવા લાગે છે કે આ એની જિંદગી ની આખરી સફર છે ત્યાં જ અચાનક એક મહાકાય પંજો એને પોતાની બાહોમાં લઈ લ્યે છે અને એ પંજો એની માં નો જ હોય છે જે એને નીચે પડતું મૂક્યા પછી એની સાથે જ આવતી હોય છે !!!
આવી ટ્રેનીંગ બાજ પક્ષી એના બચ્ચા ને ત્યાં સુધી આપ્યા રાખે છે જ્યાં સુધી એ બરાબર ઉડતા ના શીખી જાય...
મિત્રો આવી રીતે તૈયાર થાય છે એક મહાન બાજ પક્ષી જે આસમાન માં રાજ કરે છે અને એના થી 10 ગણા વધુ વજન વાળા પક્ષી ને પણ ઉપાડી ને આસમાનની બુલંદીયો સર કરે છે !!!

આ સત્ય હકીકત અહી કહી ને હું તમામ માં-બાપ ને કહેવા માગું છુ કે તમે તમારા બાળકોને છાતી એ ચીપકાવીને જરૂર રાખો પણ એક બાજના બચ્ચાની જેમ એને દુનિયાની મુશ્કેલીઓથી વાકેફ પણ કરો, એનો સામનો કરાવો અને લડતા શીખવો.

હકીકતે આજના સમયમાં કાર્ટૂન, ટીવીમાં આવતા રિઆલિટી શો અને વિડિયો ગેમે આપણા બાળકોને બોઈલ મુરઘાં જેવા બનાવી નાખ્યા છે જેની પાસે પગ તો છે પણ ચાલી નથી શકતો અને પાંખ છે પણ ઊડી નથી શકતો.

મિત્રો, કુંડામાં લગાવેલા છોડમાં અને જંગલમાં ઉગેલા છોડમાં કેટલો ફર્ક હોય છે એ તો આપ સૌ જાણો જ છો.

*એક નાનકડી પણ સરસ પંક્તિ* - "બહુ મીઠો પ્રેમ, બહુ ખારા આંસુ પડાવે છે."

આ વાત તમારા બાળકો પ્રત્યેના પ્રેમને પણ લાગુ પડે છે. માટે મિત્રો તમારા બાળકને કોઈ વસ્તુનો ભાવ કરતાં નહીં પણ તેની કિમત કરતાં જરૂર શિખડાવજો ??

Gujarati Story by Umakant : 111111402
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now