. *રાખજે*
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
બાળપણથી કરું છું પ્રેમ તને,
આ ભરોસાને સજીવન રાખજે.
જીવનના ચક્રથી તું મને છોળજે,
મારા રસ્તે તારો એહસાસ રાખજે.
દુઃખથી લડી શકું એટલી શક્તિ દેજે,
હાર માનું ત્યારે તું મારા પર નજર રાખજે.
અશ્રુ બીજાના મિટાવું એટલી ભાવના આપજે,
ખુશીથી જીવન જાય એટલી મહેરબાની રાખજે.
દિલ અને ભરોસો તૂટે નહિ,એ કાળજી લેજે,
ના આવે ખોટા વિચાર,એવું ચરિત્ર મારું રાખજે.
ભૂલથી થયેલા પાપોને બાળતો રહેજે,
આવો જ સાથ તું મારો આપતો રહેજે.
માયા અને મોહથી મને બહાર કાઢજે,
સદાયે તું મારો હાથ પકડી રાખજે.
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ધવલ રાવલ
TRUST ON GOD