હું તો લાગણીઓ ગોઠવું છું કવિતામાં
મને ગઝલના પ્રાસ નહી ફાવે,
હું તો નિર્દોષ સ્મિતને માણું છું તારા
મને પ્રેમની ઝંખના નહી ફાવે,
હું તો બે ક્ષણ રડી લઉં યાદમાં તારી પણ
મને તારી આંખમાં આંસુ નહીં ફાવે,
હું તો સંપૂર્ણ ઝુકીશ તારી સમક્ષ પણ
મને ત્યાં અકડાવુ નહી ફાવે,
હું તો તારી ખુશ્બુમાં ફેલાઉં છું પણ
મને કોમલ ફુલના બંધન નહી ફાવે,
હું તો વહેતી રહું કિંજલ સુધી પણ
મને મધદરિયે મોજાં નહી ફાવે,
હું તો આંખના કાજલથી બંધાણી છું પણ
મને હવે રૂપનો ચળકાટ નહી ફાવે...
P. K...